38°C
November 23, 2024
Entertainment

બીજા સંતાનના જન્મ બાદ પ્રથમ વાર અનુષ્કાએ આપી પ્રતિક્રિયા, માતા-પિતા તરીકે દબાણ અનુભવીએ છીએ

  • September 5, 2024
  • 1 min read
બીજા સંતાનના જન્મ બાદ પ્રથમ વાર અનુષ્કાએ આપી પ્રતિક્રિયા, માતા-પિતા તરીકે દબાણ અનુભવીએ છીએ

સમરીઃ

વિરૂષ્કા કપલ બીજીવાર માતા-પિતા બન્યા છે. જો કે બીજા સંતાનની પ્રાપ્તિ બાદ પ્રથમવાર અનુષ્કાની પ્રતિક્રિયા સામે આવી છે. અનુષ્કાએ માતા-પિતા પર કેટલું દબાણ હોય છે તના વિશે વાત કરી છે.

સ્ટોરીઃ

અનુષ્કા શર્મા તાજેતરમાં જ ભારત પરત આવી છે અને તેણે બીજીવાર માતા-પિતા બન્યા બાદ પોતાનો અને વિરાટનો અનુભવ શેર કર્યો હતો. અનુષ્કાએ કહ્યું કે, બાળકો માટે પરફેક્ટ પેરેન્ટ્સ બનવા માટે ઘણું દબાણ હોય છે. હું સમજું છું કે અમે સંપૂર્ણ માતાપિતા નથી.

અનુષ્કાએ કહ્યું કે – મારી પુત્રી હજી ઘણી નાની છે અને સમાજનો અભિગમ હંમેશા બાળકોને ભણાવવાનો રહ્યો છે. જો કે હું માનું છું કે હું તેને વધારે શીખવી શકતી નથી. જેમ જેમ તેણી મોટી થશે તેમ તેમ તેણી તેની આસપાસની વસ્તુઓ અને લોકો પાસેથી ઘણી વસ્તુઓ શીખશે. હા, પરંતુ હું તેને કેટલીક બાબતોમાં ચોક્કસ માર્ગદર્શન આપી શકું છું.

ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન 11 ડિસેમ્બર 2017ના રોજ થયા હતા. તેઓ બે બાળકોના માતાપિતા છે – વામિકા અને અકાય.

About Author

Nikhil jain

Nikhil Jain is the founder of Just Now News, a news channel and website dedicated to timely and accurate reporting. Just Now News, with its website justnownews.in, aims to provide up-to-date information across various topics to its audience.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *