શેરબજારમાં તેજી છવાઈ, સેન્સેક્સમાં જોવા મળ્યો 880 પોઈન્ટનો ઉછાળો
સમરીઃ
આજે શેરબજારમાં તેજીથી શરુઆત થઈ છે. સવારે સેન્સેક્સ 882.34 પોઈન્ટ ઉછળી 79988.22ના લેવલે પહોંચ્યો હતો. નિફ્ટી પણ 24400ની સપાટી કુદાવી હતી.
સ્ટોરીઃ
ટ્રેડિંગ સપ્તાહનો છેલ્લો દિવસ રોકાણકારો માટે ભાગ્યશાળી રહ્યો છે. આજે સવારે શેરબજારની શરુઆત ગ્રીનઝોનમાં થઈ હતી. જેમાં સેન્સેક્સ 882.34 પોઈન્ટ ઉછળી 79988.22ના લેવલે પહોંચ્યો હતો. નિફ્ટી પણ 24400ની સપાટી કુદાવી હતી.
સેન્સેક્સ આજે 79000ના લેવલે ખૂલ્યા બાદ વધી 80000 નજીક પહોંચ્યો હતો. 10.45 વાગ્યે 364.45 પોઈન્ટ વધી 79469 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 112.80 પોઈન્ટ ઉછળી 24256.55 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
બીએસઈ ખાતે ટ્રેડેડ 3769 સ્ક્રિપ્સ પૈકી 2229 સ્ક્રિપ્સ સુધારા તરફી અને 1395 ઘટાડા તરફી ટ્રેડ થઈ રહી છે. અમેરિકાનો ફુગાવો 3 વર્ષના તળિયે નોંધાતા આગામી સપ્ટેમ્બરથી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરો ઘટવાની શક્યતા પ્રબળ બની છે. જેનો ટેકો ઈક્વિટી બજારને મળ્યો છે.