ગુજરાત સરકારની તહેવારો નિમિત્તે જનતાને ભેટ, 17થી 20 ઓગસ્ટ સુધી એકસ્ટ્રા બસો દોડશે
સમરીઃ
15મી ઓગસ્ટ બાદ આવતા તહેવારોમાં જનતાને આવાગમનની તકલીફ ન પડે અને મુસાફરી સરળ બને તેના માટે રાજય સરકારના પરિવહન વિભાગે એકસ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે.
સ્ટોરીઃ
ગુજરાત રાજ્યમાં આવેલા અલગ અલગ એસ ટી બસ ડેપોમાંથી એક્સ્ટ્રા બસો દોડવાની છે. 15મી ઓગસ્ટ બાદ આવતા તહેવારોમાં જનતા વધુ મુસાફરી કરતી હોય છે. જેમાં પોતાના વતન કે ભાઈના ઘરે જવાનું સામેલ છે. તેથી મુસાફરોને પ્રવાસમાં કોઈ અગવડ ન પડે તે માટે જીએસઆરટીસીએ એકસ્ટ્રા બસો દોડાવવાનું નક્કી કર્યુ છે.
દર વર્ષે રાજ્ય સરકારનો પરિવહન વિભાગ જીએસઆરટીસી તહેવાર ટાણે વિશેષ બસો દોડાવે છે. જે પ્રથા આ વર્ષે પણ જાળવી રાખી છે. જે રૂટમાં મુસાફરોનો ધસારો વધુ રહેતો હોય તેવા રૂટને જીએસઆરટીસી પ્રાધાન્ય આપીને બસોની ટ્રીપની સંખ્યા વધારશે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ(જીએસઆરટીસી) બસોની ટ્રીપની સંખ્યા વધારવા ઉપરાંત, વધારાની બસો પણ વ્યસ્ત રૂટ પર દોડાવશે. જેનાથી મુસાફરોને પ્રવાસમાં સુગમતા રહેશે.