સરકારી કર્મચારીઓને મળતા LTCના લાભમાં વંદે ભારત ટ્રેનનો સમાવેશ
સમરીઃ
ગુજરાત રાજ્યના અંદાજિત 5 લાખ કર્મચારીઓને મળતું LTC હવે વધુ ફાયદાકારક બન્યું છે. LTCમાં રાજ્ય સરકાર હવે કર્મચારીઓને વંદે ભારત ટ્રેનનો લાભ પણ આપશે.
સ્ટોરીઃ
ગુજરાત સરકારે રાજ્યના 5 લાખ સરકારી કમર્ચારીઓને LTCમાં વંદે ભારત ટ્રેનનો લાભ મળી રહે તેવો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતાને મંજૂરીની મહોર મારી છે.
રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે એલ.ટી.સી. અથવા વતન પ્રવાસનો લાભ 6000 કિ.મી. ની મર્યાદામાં અપાય છે. કર્મચારીઓ દ્વારા આવા પ્રવાસ અન્વયે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે.
મુખ્યમંત્રીએ કર્મચારીઓના હિતને ધ્યાને રાખીને એલ.ટી.સી.માં પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીનો લાભ આપવાનું નક્કી કર્યુ છે. રાજ્ય સરકારનાં અંદાજિત 5 લાખ કર્મચારીઓને રજા પ્રવાસમાં વંદે ભારત ટ્રેનનો લાભ મળશે.