૩ મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ પર થયા ૩ જીવલેણ હુમાલ, હવે રેલી સ્થળ નજીક વિસ્ફોટક ભરેલ કાર ઝડપાઈ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી પ્રચાર દરમિયાન ફરી એકવાર હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. લોંગ આઇલેન્ડમાં ડોનાલ્ડ ટ્રમ્પની રેલીના સ્થળ નજીકથી દારૂગોળો ભરેલી કાર મળી આવી છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી પ્રચાર દરમિયાન ફરી એકવાર હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. લોંગ આઇલેન્ડમાં ડોનાલ્ડ ટ્રમ્પની રેલીના સ્થળ નજીકથી દારૂગોળો ભરેલી કાર મળી આવી છે. ઉલ્લેખનીય છે કે માત્ર ૩ મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ પર આ ૩જો જીવલેણ હુમલાનો પ્રયાસ થયો છે.
15 સપ્ટેમ્બરે ફ્લોરિડાના વેસ્ટ પામ બીચમાં ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન ટ્રમ્પ પોતાના ગોલ્ફ ક્લબમાં રમી રહ્યા હતા. જો કે, સિક્રેટ સર્વિસના અધિકારીઓએ આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને શંકાસ્પદની અટકાયત કરી.
આ ઘટના બાદ ટ્રમ્પે કહ્યું હતું કે, મારી આસપાસ ગોળીબારના અવાજો આવી રહ્યા છે, પરંતુ અફવાઓ કાબૂ બહાર જાય તે પહેલા હું તમને જણાવવા માંગુ છું કે હું સુરક્ષિત અને સ્વસ્થ છું. તેણે લખ્યું હતું કે મને કોઈ રોકી શકશે નહીં.
13 જુલાઈના રોજ પેન્સિલવેનિયામાં એક ચૂંટણી રેલી દરમિયાન એક બંદૂકધારીએ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર કર્યો હતો. જો કે આ દરમિયાન ટ્રમ્પના જમણા કાનમાંથી એક ગોળી પસાર થઈ ગઈ હતી.