38°C
November 22, 2024
Entertainment

28મી સપ્ટેમ્બરે દિપીકા અને રણવીરના ઘરે પારણું બંધાવવાની સંભાવના

  • September 3, 2024
  • 0 min read
28મી સપ્ટેમ્બરે દિપીકા અને રણવીરના ઘરે પારણું બંધાવવાની સંભાવના

સમરીઃ

બી ટાઉનમાં દિપીકા અને રણવીરના આવનારા સંતાનની ચર્ચા જોરોશોરોથી થઈ રહી છે. દિપીકાની પ્રેગનન્સીને લઈને અપડેટ્સ સતત આવતા રહે છે. હવે દિપીકા કઈ તારીખે સંતાનને જન્મ આપશે તેની માહિતી પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

સ્ટોરીઃ

બોલિવૂડનું સ્ટાર કપલ રણવીર અને દિપીકા સંતાન પ્રાપ્તિનું સુખ મેળવવા જઈ રહ્યું છે. આ કપલ ટૂંક સમયમાં માતાપિતા બનશે. લેટેસ્ટ અપડેટ્સ અનુસાર દિપીકા પાદુકોણ 28મી સપ્ટેમ્બરે સંતાનને જન્મ આપી શકે તેમ છે.

આ ડિલીવરી ડેટની માહિતી એક પોસ્ટ દ્વારા શેર કરવામાં આવી છે. જો કે આ પોસ્ટ દિપીકાના નજીકના એક ફોટોગ્રાફર દ્વારા જાહેર કરવામાં આવી છે જેના પર રણવીર અને દિપીકાએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.

 જો કે આ સ્ટાર કપલનું સોશિયલ મીડિયામાં ફેન ફોલોઈંગ બહુ વધારે છે. રણવીર અને દિપીકાના ફેન્સ અત્યારથી જ તેમના પર શુભકામનાઓની વર્ષા કરી રહ્યા છે. તાજેતરમાં દિપીકાએ કલ્કીમાં ગર્ભધાન કરેલ માતાનો રોલ અદા કર્યો હતો. જેને ફેન્સે ખૂબ પસંદ કર્યો હતો. રણવીર તરફથી પોતાના પ્રથમ સંતાનને દુનિયામાં આવકારવા માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી હોવાના અહેવાલો પણ પ્રાપ્ત થયા છે.

About Author

Nikhil jain

Nikhil Jain is the founder of Just Now News, a news channel and website dedicated to timely and accurate reporting. Just Now News, with its website justnownews.in, aims to provide up-to-date information across various topics to its audience.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *