18 વર્ષ પછી અમેરિકાનો US ઓપન ફાયનલમાં પ્રવેશ, ટેલર ફ્રિટ્ઝ ટાઈટલ મેચ રમશે
સમરીઃ
યુએસ ઓપન 2024ના પુરૂષો અને મહિલા સિંગલ્સના ફાઇનલિસ્ટ નક્કી કરવામાં આવ્યા છે. મેન્સ સિંગલ્સમાં વર્લ્ડ નંબર-1 ઇટાલીના જેનિક સિનરનો ટાઈટલ મેચમાં અમેરિકાના ટેલર ફ્રિટ્ઝ સામે થશે. ફ્રિટ્ઝ 18 વર્ષમાં યુએસ ઓપન મેન્સ સિંગલ્સની ફાઈનલમાં પહોંચનાર પ્રથમ અમેરિકન ખેલાડી બન્યો છે.
સ્ટોરીઃ
US ઓપન ફાયનલમાં 18 વર્ષ પછી અમેરિકન ખેલાડી ટેલર ફ્રિટ્ઝ પહોંચ્યો છે. ફ્રિટ્ઝ 18 વર્ષમાં યુએસ ઓપન મેન્સ સિંગલ્સની ફાઈનલમાં પહોંચનાર પ્રથમ અમેરિકન ખેલાડી બન્યો છે. મેન્સ સિંગલ્સમાં વર્લ્ડ નંબર-1 ઇટાલીના જેનિક સિનરનો ટાઈટલ મેચમાં અમેરિકાના ટેલર ફ્રિટ્ઝ સામે થશે.
ટેલર ફ્રિટ્ઝ અગાઉ એન્ડી રોડ્રિકે 2006માં આ સિદ્ધિ મેળવી હતી. વુમન્સ સિંગલ્સની ફાઈનલ અમેરિકાની જેસિકા પેગુલા અને બેલારુસની અરિના સબાલેંકા વચ્ચે રમાશે. બંને કેટેગરીમાં નવા ચેમ્પિયન બનશે. આ ચારેય ખેલાડીઓ હજુ સુધી યુએસ ઓપન ટાઈટલ જીતી શક્યા નથી. મેન્સ સિંગલ્સ ફાઈનલ: ફ્રિટ્ઝ Vs સિનર મેન્સ સિંગલ્સની ફાઈનલ ફ્રિટ્ઝ અને સિનર વચ્ચે રમાશે.