પેરૂના ભયાનક દાવાનળમાં ૧૫ના મૃત્યુ, ૩૦૦૦ હેક્ટર વિસ્તારમાં આગ ફેલાઈ
પેરૂવિયન વડાપ્રધાન ગુસ્તાવો એડ્રિયન્ઝને જણાવ્યું હતું કે, દેશના 24માંથી 22 પ્રદેશોમાં દાવાનળ સળગ્યો છે. 3,000 હેક્ટરથી વધુ ખેતીની જમીન બળીને ખાખ થઈ ગઈ છે. ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે.
પેરૂના જંગલોમાં લાગેલ ભયાનક આગમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે અને 3,000 હેક્ટર (11.58 ચોરસ માઈલ)થી વધુ ખેતીની જમીન અને કુદરતી વિસ્તારો બળી ગયા છે.
વડાપ્રધાન ગુસ્તાવોએ પત્રકારોને જણાવ્યું હતું કે, આગ માનવીય પ્રવૃત્તિ દ્વારા લાગી છે. દેશના 24 માંથી 22 પ્રદેશોમાં દાવાનળો સક્રિય થઈ ગયા છે. આકાશના વાદળો અને ધુમાડાને લીધે આગ સામે લડવાની કામગીરી અવરોધાઈ રહી છે.
જાનહાનિમાંથી, છેલ્લા બે અઠવાડિયામાં 10 મૃત્યુ પામ્યા અને 1,800 થી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. કુલ 334 પશુઓ બળી મર્યા હોવાનો ખુલાસો પણ થયો છે.
પેરૂની નેશનલ ફોરેસ્ટ એન્ડ વાઇલ્ડલાઇફ સર્વિસ, SERFOR અનનુસાર આબોહવા પરિવર્તનની અસરો એવી પરિસ્થિતિઓને વધુ તીવ્ર બનાવે છે જે આગના ફેલાવાને સરળ બનાવે છે. અત્યંત તીવ્ર પવનો વનસ્પતિને સૂકવી નાખે છે અને તેને અત્યંત જ્વલનશીલ બળતણમાં ફેરવે છે.