સમરીઃ
રાષ્ટ્રીય પર્વ 15 ઓગસ્ટ સંદર્ભે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા સઘન બનાવાઈ છે. એરપોર્ટ પર ત્રણ સ્તરીય સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

સ્ટોરીઃ
અમદાવાદના ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ દેશના વ્યસ્ત એરપોર્ટ ગણાય છે. આગામી 15મી ઓગસ્ટ સંદર્ભે આ બંને એરપોર્ટની સુરક્ષા સઘન બનાવાઈ છે. શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ત્રી-સ્તરીય સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દરરોજ અઢીસોથી વધુ ફલાઇટનો ટ્રાફિક રહે છે. આ વર્ષે 15મી ઓગસ્ટ અને રક્ષાબંધન નજીક હોવાથી મિનિવેકેશનનો માહોલ સર્જાયો છે. આ અઠવાડિયે એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં વધારો થવાની સંભાવનાને લઇને એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરોને સિક્યોરિટી ચેકિંગ માટે પૂરતો સમય આપવા તૈયાર રહેવાની જાણકારી આપવામાં આવી છે.
અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોને મૂકવા-લેવા આવતા લોકો અને વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે. મેટલ ડિટેક્ટર ગોઠવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત એરપોર્ટ પર બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમે પણ તૈનાત રાખવામાં આવી છે. ટર્મિનલ બિલ્ડિંગમાં પણ મુસાફરોનું વર્તન અને મૂવમેન્ટ કેવી છે, તેના પર સીસીટીવી કેમેરાથી વોચ રાખવામાં આવી રહી છે. દેશભરમાં વરસાદને લઇને ફ્લાઇટના શિડ્યૂલ ખોરવાઇ રહ્યા છે.