Justnownews

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ૯૦ ઉમેદવારોનું લિસ્ટિંગ કર્યુ

સમરીઃ

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી ઘણી એક્ટિવ થઈ ગઈ છે. આપ દ્વારા ૯૦ બેઠકો પર ઉમેદવારોને પણ ફાયનલ કરી દેવાયા છે. અરવિંદ કેજરીવાલ મંજૂરીની મહોર મારે કે તરત જ આ ઉમેદવારોના નામો જાહેર કરી દેવાશે.

સ્ટોરીઃ

હરિયાણા વિધાનસભા ચૂંટણી હવે દરેક પક્ષ માટે મહત્વની બની રહી છે. ભાજપ માટે પ્રતિષ્ઠાનો સવાલ છે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન કરવું કે સ્વતંત્ર ચૂંટણી લડવી તે મડાગાંઠ પડી છે. જો કે આમ આદમી પાર્ટીએ હરિયાણાની ૯૦ વિધાનસભાની બેઠકો પર ઉમેદવારોનું લિસ્ટિંગ કરી દીધું હોવાના સમાચાર મળી રહ્યા છે.

આમ આદમી પાર્ટીએ આજે સાંજે ૯૦ ઉમેદવારોના નામ જાહેર કરશે તેવી ઘોષણા કરી દીધી છે. આ ઘોષણાથી હરિયાણાનું રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી કહે છે કે અમે અરવિંદ કેજરીવાલની મંજૂરીની રાહ જોઈએ છે. તો રાજકીય નિષ્ણાંતો અનુસાર આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને આજ સાંજ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે.

આપના અગ્રણી નેતા સંજય સિંહે કહ્યું કે, અમે બેઠકો પર ઉમેદવારો ફાયનલ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે. તેમણે કહ્યું કે, સંદીપ પાઠક અને સુશીલ ગુપ્તાની તૈયારીઓ સંપૂર્ણ છે. પાર્ટી સંગઠન અને રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલની પરવાનગી મળતાં જ અમે ઉમેદવારોની જાહેરાત કરીશું.

આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય રાજકીય પક્ષ છે, હરિયાણામાં અમારું સંગઠન મજબૂત છે. અમે અરવિંદ કેજરીવાલ અથવા પાર્ટી નેતૃત્વ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો અનુસાર આગળ વધીશું.

Exit mobile version