સમરીઃ
આંધ્રપ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન અને સ્ટાર એક્ટર પવન કલ્યાણે પૂરને કારણે થયેલા નુકસાન સંદર્ભે મુખ્યમંત્રી ફંડમાં કુલ 6 કરોડ રૂપિયાનું દાન કર્યુ છે. આ સાથે દાન કરવાના બધા રેકોર્ડ તૂટી ગયા છે
સ્ટોરીઃ
આંધ્રપ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણે પોતાનો રાજધર્મ નીભાવ્યો છે. પવન કલ્યાણે તેલુગુ રાજ્યો તેલંગાણા અને આંધ્રપ્રદેશ બંનેમાં ભારે વરસાદ અને પૂરના કારણે થયેલી તબાહીને ધ્યાનમાં રાખીને મોટું દાન આપવાનો નિર્ણય કર્યો છે.
પવન કલ્યાણે ૬ કરોડ રૂપિયાના દાનની વહેચણી કંઈક આ રીતે કરી છે. તેલંગાણા સીએમ રિલીફ ફંડમાં 1 કરોડ રૂપિયા અને આંધ્ર પ્રદેશના સીએમ રિલીફ ફંડમાં 1 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. પંચાયત રાજ મંત્રી હોવાને કારણે, તેમણે આંધ્રપ્રદેશ રાજ્યની 400 પંચાયતોને પ્રત્યેક રૂ. 1 લાખ (રૂ. 4 કરોડ) દાન આપવાનો પણ નિર્ણય કર્યો હતો.
પવને હજુ સુધી પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી નથી, તેણે કહ્યું કે અગાઉ તેણે પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવાની યોજના બનાવી હતી, પરંતુ સત્તાવાળાઓની સલાહના આધારે તેણે સફર મુલતવી રાખવાનો નિર્ણય કર્યો. તેમણે કહ્યું કે તેઓ નથી ઈચ્છતા કે તેમની મુલાકાતથી રાહત કાર્યમાં વિક્ષેપ પડે.