Justnownews

સુરતના ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે મલ્ટીપર્પઝ હોલમાં માટી મૂર્તિ મેળાનું આયોજન

સમરીઃ

સુરતમાં 1 સપ્ટેમ્બરથી ગણેશ ચતુર્થી સુધી ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલા પાલિકાના મલ્ટીપર્પઝ હોલમાં માટી મૂર્તિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્ટોરીઃ

માટીકામના કારીગરોના સ્વાવલંબન અને સશક્તિકરણ કરવા માટે ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેકનોલોજી સંસ્થા દ્વારા 2015થી પ્રયત્નો થઈ રહ્યા છે. જેમાં ગણેશજીની પ્રતિમા ઈકો ફ્રેન્ડલી બનાવવા સાથે સાથે તેમને પ્રમોશન અને વેચાણ માટેની તક પૂરી પાડવા માટે ખાસ ટ્રેનીંગ આપી હતી.

સુરતમાં ગણેશજીની પ્રતિમા બનાવવાનું કામ કરતાં મહિલા કારીગરોને આત્મનિર્ભર કરવા સાથે પર્યાવરણની જાળવણી માટે સરકારે શરૂ કરેલા અભિયાનમાં ગત વર્ષે સુરત શહેરમાં 49 જેટલી સંસ્થાએ એક કરોડથી વધુની શ્રીજીની પ્રતિમાનું વેચાણ કર્યું હતું.

સરકારે પર્યાવરણની જાળવણી અને મહિલાઓને રોજીરોટી મળે તે માટે શ્રીજીની પ્રતિમા બનાવવા માટેની માટી ભાવનગરથી લાવવામા આવે છે તે આ કલાકારોને 50 ટકા ભાવમાં આપવામા આવે છે અને ત્યારબાદ ખાસ તાલીમ આપવામાં આવે છે અને મેળા સમયે રોજ એક હજાર રૂપિયા પણ આપવામાં આવે છે. જેના કારણે શહેરમાં માટી ની પ્રતિમા બનાવવાને પ્રોત્સાહન મળી રહ્યું છે અને સાથે મહિલાઓને રોજીરોટી પણ મળી રહી છે.

Exit mobile version