Justnownews

શું કોરોના જેવી મહામારી ફરીથી ત્રાટકશે ? આફ્રિકાના સીમાડા વટાવી ગયો છે મંકીપોક્સ રોગ

સમરીઃ
અત્યારે આફ્રિકામાં મંકીપોક્સનો ખતરો તોળાઈ રહ્યો છે. આ રોગનો એક કેસ આફ્રિકાના સીમાડા વટાવીને સ્વીડનમાં નોંધાતા ચકચાર મચી ગઈ છે. પ્રથમ વખત એમપોક્સ ચેપ આફ્રિકાની બહાર જોવા મળ્યો છે.

સ્ટોરીઃ
આફ્રિકામાં મંકીપોક્સને પબ્લિક હેલ્થ ઇમર્જન્સી જાહેર કર્યાના થોડા કલાકો બાદ જ સ્વીડનમાં એનો એક કેસ જોવા મળ્યો છે. મંકીપોક્સને WHOએ ગ્લોબલ હેલ્થ ઇમર્જન્સીનું એલાન કર્યું છે.

WHOની આ જાહેરાત બાદ આ બીમારીનો એક કેસ આફ્રિકાની બહાર સ્વીડનમાં નોંધાયો છે. અત્યાર સુધી આફ્રિકી દેશોમાં આ બીમારીથી 100થી વધુ લોકોનું મૃત્યુ થયું છે.

સ્વીડનની પબ્લિક હેલ્થ સર્વિસમાં અધિકારીઓએ જણાવ્યું કે જે વ્યક્તિમાં મંકિપોક્સના સંક્રમણની પુષ્ટિ થઇ છે, તે થોડા દિવસ પહેલા આફ્રિકાથી આવ્યો હતો. હાલએ એમ્પોક્સ ક્લેડ 1 વેરિઅંટના સંક્રમણની ચપેટમાં છે. સ્ટોકહોમમાં એનો ઈલાજ ચાલી રહ્યો છે.

માત્ર 2 વર્ષમાં આ બીજી વખત WHOને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવી પડી છે. અગાઉ, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં નવા પ્રકારનો પ્રકોપ જોવા મળ્યો હતો. તે સમયે આ ચેપને કારણે ઓછામાં ઓછા 450 લોકોના મોત થયા હતા. આ મધ્ય અને પૂર્વ આફ્રિકાના વિસ્તારોમાં ઝડપથી ફેલાયો હતો. પરંતુ હવે ફેલાઈ રહેલા સંક્રમણથી 15 થી વધુ દેશો પ્રભાવિત થયા છે.

Exit mobile version