સમરીઃ
હિમાચલ પ્રદેશના મંડી સંસદીય મતવિસ્તારમાંથી કંગના જીતીને સાંસદ બની છે. ભાજપમાં તેણીને ટિકિટ આપવામાં આવી હતી. જો કે રાજકીય કારકિર્દી પર પૂરતુ ધ્યાન આપવા કંગના ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દેશે ? કંગના રાણાવતે આ બાબતનો ઈશારો વાતવાતમાં કર્યો છે.
સ્ટોરીઃ
કંગના રણાવતે જ્યારે રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારે તેની પાસે ઘણી બધી ફિલ્મો હતી. અનેક ફિલ્મોના શીડ્યુલ પણ બાકી રહી ગયા છે. હવે કંગના મંડીમાંથી લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ બની છે ત્યારે તેને ફિલ્મ અને રાજકારણ વચ્ચે સંતુલન કરવું મુશ્કેલીમય બની રહ્યું છે.
કંગનાએ એક ઈન્ટરવ્યૂમાં કબૂલ્યું છે કે મારા રાજકારણમાં આવવાથી મારા ઘણા પ્રોજેક્ટના શિડ્યુલ ખોરવાઈ ગયા છે. હું રાજકારણમાં એટલી ઓતપ્રોત છું કે શુટિંગ માટે સમય નીકાળી શકતી નથી.
કંગનાના આ સ્ટેટમેન્ટ બાદ બી ટાઉનમાં અફવાના દોર શરૂ થઈ ગયા છે કે કંગના બોલીવૂડને અલવિદા કરી દેશે. જો કે સ્ટાર માટે ડેટનું બહાનું કાઢવું તે નવી વાત નથી. કોઈ ફિલ્મ છોડવા માટે સમય ન હોવાનું બહાનું બહુ જૂનું છે. હવે કંગના બહાનું કાઢે છે કે સાચેજ રાજકારણને ફૂલ ટાઈમ તરીકે અપનાવે છે તે આવનારો સમય જ કહેશે.