શા માટે કમલ હસનને કમલ હસન કહેવાય છે તેની સાબિતી, હવે ૬૯ વર્ષે અમેરિકામાં એઆઈ શીખશે
સમરીઃ
કમલ હસન લીવીન્ગ લીજેન્ડ છે તેમજ અભિનયની જીવંત યુનિવર્સિટી ગણાય છે. તેમને અપાયેલ આ બિરૂદો માટે તેમણે બહુ મહેનત કરી છે. તેઓ આજે પણ મૂવિ મેકિંગની કોઈ નવી શીખવા માટે બહુ આતૂર હોય છે. હવે તેઓ ૬૯ વર્ષે અમેરિકામાં એઆઈ ટેકનોલોજીનો કોર્ષ કરવા જઈ રહ્યા છે.
સ્ટોરીઃ
કમલ હસને 69 વર્ષે એઆઈ ભણવા માટે અમેરિકાની એક યુનિવર્સિટીમાં એડમિશન લીધું છે. ફિલ્મોની સાથે રાજકારણમાં સક્રિય રહેનારા સુપરસ્ટાર કમલહાસન હવે અમેરિકામાં રહીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અભ્યાસ પણ કરશે.
કમલ હસને અમેરિકાની એક ટોપ કોલેજમાં એડમિશન લીધું છે. કમલહાસન આ કોલેજમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ક્રેશ કોર્સ કરશે. આમ તો આ ક્રેશ કોર્સ ૯૦ દિવસનો છે, પરંતુ વર્ક પરમિટના લીધે કમલાહસને ૪૫ દિવસમાં જ પરત ફરવું પડશે.
સાઉથ સુપરસ્ટાર્સ બોલિવૂડ સુપરસ્ટાર્સથી કંઈક શીખવા મામલે ઘણા આગળ છે. તેમાંય કમલ હસન જેવા સ્ટાર્સ કયારેય કંઈ નવું શીખવામાં નાનમ અનુભવતા નથી. કમલ હસને પોતાની જાતને અભિનય ઉપરાંત પ્રોસ્થેટિક મેકઅપ, ગાયન, નૃત્ય, સ્ક્રિપ્ટિંગ એમ અનેક ક્ષેત્રે વારંવાર સફળ સાબિત કરી છે.
તેમની હિટ ફિલ્મોમાં એક દુજે કે લીયેથી ચાચી ૪૨૦, મેયર સાબ, દસાવતાર, અપ્પુ રાજા, ઈન્ડિયન ફ્રેન્ચાયઝી, કલ્કી વગેરેનો સમાવેશ થાય છે.