સમરીઃ
શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે, 1 જાન્યુઆરી 2025 થી EPS પેન્શનરો દેશના કોઈપણ ખૂણેથી, કોઈપણ બેન્કની, કોઈપણ શાખામાંથી પેન્શન મેળવી શકશે. દેશના ૭૮ લાખથી વધુ પેન્શર્ન્સને થશે લાભ.
સ્ટોરીઃ
EPS ના આ નિર્ણય પર શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે, સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમનો નિર્ણય EPFO ના આધુનિકરણનો માઇલસ્ટોન સાબિત થશે. હવે દેશમાં ગમે ત્યાં, કોઈપણ બેન્કની, કોઈપણ બ્રાન્ચથી પેન્શનર્સને પેન્શન મળવાથી લાંબા સમયથી પડી રહેલી મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ મળશે.
સેન્ટ્રલાઇઝ્ડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા દેશમાં પેન્શન વિતરણમાં મદદ મળશે અને તેના માટે પેન્શન પેમેન્ટ ઓર્ડરને ટ્રાન્સફર કરવાની પણ જરૂર નહીં પડે. પહેલાં પેન્શનર્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, બેન્ક અથવા શાખા બદલાવવા માટે પેન્શન પેમેન્ટ ઓર્ડર રજૂ કરવો પડતો હતો. જે પેન્શનર્સ નિવૃત્તિ બાદ પોતાના હોમટાઉન જતા રહે છે, તેમને આ નિર્ણયથી મોટી રાહત મળશે.