સમરીઃ
વડોદરાનું જળસંકટ રાજ્ય સરકાર માટે માથાના દુખાવા સમાન બની રહ્યું છે. હવે આ સંકટ ઘેરૂ બનતું જાય છે કારણકે આજે આ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાએ લીધી છે.
સ્ટોરીઃ
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી એવા ગોપાલ ઈટાલિયાએ આજે વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ઈટાલિયાએ અસરગ્રસ્તો સાથે વાતચીત કરીને તેમની સ્થિતિની સમીક્ષા કરી છે.
ગોપાલ ઈટાલિયાએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા તેમને જાણવા મળ્યું કે આભમાંથી આવેલ સંકટને પરિણામે લોકોને મોટાપાયે નુકસાન થયું છે. લોકોની ઘરવખરી અને માલસામાન તબાહ થઈ ગયા છે. માર્ગો તૂટી ગયા છે અને ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી જનતા હાલાકી ભોગવી રહી છે.
ગોપાલ ઈટાલિયાને મુલાકાતે આવેલા જોઈને નાગરિકોએ પોતાની વેદના ઠાલવી હતી. અસરગ્રસ્તોએ જણાવ્યું હતું કે, વડોદરાની વિશ્વામિત્રી નદી પર રિવરફ્રન્ટના કામકાજ માટે અંદાજિત 500 કરોડથી વધુ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ નાણાંનો યોગ્ય ઉપયોગ ન થયો હોવાથી આજે વડોદરા શહેરમાં પાણી ફરી વળ્યા છે.