Justnownews

વડોદરાના મારેઠા ગામમાં આવ્યો 12 ફૂટનો મગર, વન વિભાગે પીંજરે પુર્યો

સમરીઃ
વડોદરા પંથકમાં મગર માનવ વસ્તી સુધી પહોંચી જવાના કિસ્સા અવારનવાર બનતા હોય છે. તેમાંય વિશ્વામિત્રી નદીની આસપાસ વસેલા ગામોમાં આવી ઘટના વારંવાર બને છે. આજે મારેઠા ગામમાં 12 ફૂટ લાંબો અને ભારે વજનદાર મગર આવી ચડ્યો હતો.

સ્ટોરીઃ
વડોદરાના મારેઠા ગામમાં આજે મહાકાય મગર આવી ચડતા નાસભાગ મચી ગઈ હતી. આ મગર 12 ફૂટ લાંબો અને ભારે વજનદાર હતો. મગરના સમાચાર ફેલાતા જ ગ્રામવાસીઓમાં ભયની લાગણી ફેલાઈ ગઈ હતી.

સમયસર વન વિભાગને આ ઘટનાની જાણ કરી દેવામાં આવી હતી. વન વિભાગની ટીમ સત્વરે મારેઠા ગામે આવી પહોંચી અને પછી શરુ થયું મેગા રેસ્ક્યુ ઓપરેશન. જેમાં વન વિભાગે ભારે જહેમતથી આ વિશાળ મગરને ઝડપીલીધો અને પીંજરે પુર્યો હતો.

મગરની આંખ પર મોટું કપડું નાખી દીધા બાદ તેને ચારે બાજુથી દોરડા વડે બાંધીને ખેંચીને પિંજરામાં પુરવામાં આવ્યો હતો. મગરને વડોદરાની ફોરેસ્ટ ઓફિસમાં લાવવામાં આવ્યો છે અને હવે સુરક્ષિત સ્થળે છોડવામાં આવશે.

Exit mobile version