સમરીઃ
હાલમાં જ વકફ બિલને લઈને જેપીસીની રચના કરવામાં આવી છે. આ JPCમાં કુલ 31 સભ્યો છે. જેપીસીમાં 21 લોકસભા અને 10 રાજ્યસભા સાંસદોના નામ છે.
સ્ટોરીઃ
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વકફ બિલ સંદર્ભે જેપીસીની રચના કરી હતી. સ્પીકરે જેપીસીમાં 31 સાંસદોનો સમાવેશ કર્યો છે. આ JPCમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સાંસદો હશે. જગદંબિકા પાલને આ જેપીસીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જેપીસીમાં ઓવૈસી અને ઈમરાન મસૂદ પણ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે મોદી ગવર્મેન્ટે વકફ એક્ટ એમેન્ડમેન્ટ બિલ જેપીસીને મોકલ્યું હતું. સ્પીકરે આ અંગે જેપીસીની રચના પણ કરી હતી. જેપીસીમાં શાસક અને વિપક્ષના સાંસદો છે. આ દરમિયાન લોકસભા અને રાજ્યસભાના બજેટ સત્રની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે.
વકફ એક્ટ અંગે સ્પીકર દ્વારા બનાવવામાં આવેલી જેપીસીમાં હાલમાં 31 સભ્યોનો સમાવેશ થાય છે. AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસી અને કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદ પણ આ JPCમાં સામેલ છે. વકફ બિલ અંગે બનેલી જેપીસી નક્કી કરશે કે વકફ એક્ટમાં કયા ફેરફારો સાચા છે અને કયા ખોટા છે. ત્યારબાદ આ રિપોર્ટ સરકારને મોકલવામાં આવશે પરંતુ સરકાર જેપીસીની ભલામણો સ્વીકારવા બંધાયેલી નથી.