Justnownews

લ્યો બોલો !!! નવા સંસદ સંકુલની ફાયર સેફ્ટી રિન્યુઅલ અરજી ફાયર ડિપાર્ટમેન્ટે ફગાવી

સમરીઃ

દિલ્હી ફાયર સર્વિસ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર અતુલ ગર્ગ દ્વારા એક પરિપત્ર બહાર પાડીને નવા સંસદ સંકુલની ફાયર સેફ્ટી રિન્યુઅલ અરજી ફગાવવામાં આવી છે. સંસદ ભવન એનેક્સી બિલ્ડીંગ (બ્લોક A અને B), સંસદ સંકુલ, નવી દિલ્હી માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટના રીન્યુઅલ માટે અરજી કરાઈ આવી હતી.

સ્ટોરીઃ

દિલ્હી ફાયર સર્વિસ ડિપાર્ટમેન્ટે ગયા મહિને 21 ઓગસ્ટ 2024ના રોજ સંબંધિત અધિકારીઓ વતી બિલ્ડિંગના બ્લોક A અને Bનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન સુરક્ષાના દૃષ્ટિકોણથી ફાયર સેફ્ટી વ્યવસ્થાની કાળજીપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી.

નિરીક્ષણ દરમિયાન, સંસદ ભવન એનેક્સી બિલ્ડીંગના બ્લોક A અને Bમાં ઘણી મોટી ખામીઓ મળી આવી હતી, જે અગ્નિ સલામતીના ધોરણોની દ્રષ્ટિએ યોગ્ય ન હોવાનું જણાયું હતું.

સંસદ ભવન બિલ્ડીંગના નિરીક્ષણ દરમિયાન આ તમામ ખામીઓ મળ્યા બાદ દિલ્હી ફાયર સર્વિસના ડાયરેક્ટર અતુલ ગર્ગે રિન્યુઅલ અરજી ફગાવી દીધી છે. તપાસ દરમિયાન સંસદ ભવન એનેક્સીમાં જોવા મળેલી આ તમામ ખામીઓને શક્ય તેટલી વહેલી તકે દૂર કરવામાં આવે, જેથી આ પછી જ આ મામલે આગળની કાર્યવાહી કરી શકાય.

આ પત્રની એક નકલ સંસદ ભવન એનેક્સી ઇલેક્ટ્રિકલ વર્ક્સ ડિવિઝન, CPWD અને લોકસભા સચિવાલયના ડેપ્યુટી સેક્રેટરી, સંસદ ભવન એનેક્સીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ)ને પણ મોકલવામાં આવી છે.

Exit mobile version