સમરીઃ
ભારતના સ્ટાર રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ શુક્રવારે રાજકારણના અખાડામાં ભાજપને ધોબી પછાડ આપી છે. આ બંને પહેલવાનોએ કોંગ્રેસના પંજા સાથે હાથ મીલાવ્યા બાદ ભાજપ પર આકરા વાક પ્રહાર કર્યા છે.
સ્ટોરીઃ
કુસ્તીબાજ વિનેશ અને બજરંગે રાજકારણમાં પ્રવેશતાં જ ભાજપને ધોબી પછાડ આપી છે. આ બંને કુસ્તીબાજો સત્તાવાર રીતે કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલે તેમને પાર્ટીનો ધ્વજ પહેરાવીને સત્તાવાર રીતે કોંગ્રેસમાં સામેલ કર્યા. કોંગ્રેસમાં જોડાયા બાદ બંને રેસલર્સે ભાજપને ધોબી પછાડ આપતા નિવેદનો કર્યા છે.
કોંગ્રેસમાં જોડાયા બાદ વિનેશ ફોગાટે કહ્યું કે, હું તમામ દેશવાસીઓના સમર્થન માટે આભાર માનું છું. ખરાબ સમયમાં જ ખબર પડે છે કે કોણ પોતાનું છે. જ્યારે અમને રસ્તા પર ખેંચવામાં આવી રહ્યા હતા ત્યારે ભાજપ સિવાય દેશની તમામ પાર્ટીઓ અમારી સાથે હતી. લડાઈ ચાલી રહી છે, તે હજી પૂરી થઈ નથી. અત્યારે કોર્ટમાં છે. અમે તે યુદ્ધ પણ જીતીશું…
જ્યારે કોંગ્રેસમાં જોડાયા બાદ બજરંગ પુનિયાએ ભાજપ અને તેના આઈટી સેલની ધૂળ કાઢી નાખી હતી. પૂનિયાએ કહ્યું, ભાજપ આઈટી સેલનો હેતુ માત્ર રાજનીતિ કરવાનો છે. જંતર-મંતર પર જે પણ થયું તેની પાછળ ભારતીય જનતા પાર્ટીનો હાથ હતો. અમે જમીન પર રહીને દરેક માટે કામ કરીશું. BJP IT સેલ વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક્સ 2024ની ફાઇનલમાં ગેરલાયક ઠેરવવાની ઉજવણી કરે છે.