Justnownews

રેલવેએ આપ્યું દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓને સન્માન, 40 એન્જિનોને અપાયા શહીદોના નામ

સમરીઃ

ભારતીય રેલવેએ 40 લોકોમોટિવ્સ એન્જિનને સ્વતંત્રતા સેનાનીઓ અને બહાદુર મહિલાઓના નામ આપ્યા છે. દેશના વીર સપૂતોના સન્માનમાં આ પહેલ શરૂ કરવામાં આવી છે.

સ્ટોરીઃ

દેશના વીર સપૂતો અને શહીદોના માનમાં ભારતીય રેલવેએ મહત્વનો નિર્ણય કર્યો છે. જે અનુસાર દેશના 40 લોકોમોટિવ્સ એન્જિનને વીર શહીદોનું નામ આપવામાં આવ્યું છે.

ઉત્તર રેલવેમાં 3 લોકોમોટિવ્સ શેડ છે. જેમાં રેલવે એન્જિનની જાળવણીનું કામ કરવામાં આવે છે. તેમાં દિલ્હીમાં તુગલકાબાદ શેડ, ઉત્તર પ્રદેશના લખનૌમાં આલમબાગ ડીઝલ શેડ અને લુધિયાણા ડીઝલ શેડનો સમાવેશ થાય છે. ત્રણેય સ્થાનો પર લગભગ 40 લોકોમોટિવ્સને સ્વતંત્રતા સેનાની અને બહાદુર મહિલાઓના નામ આપવામાં આવ્યા છે. આ પહેલમાં CRSE કોચિંગ અતુલ સિંહે મહત્વની ભૂમિકા ભજવી છે.
ઉત્તર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી હિમાંશુ શેખર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે દેશની આઝાદી અને તે સિવાયની મહત્વની તમામ લડાઈઓમાં ભારત માતાના બહાદુર સપુતો શહીદ થયા છે. જેમના નામ પરથી લોકમોટિવ્સ એન્જિનના નામ આપવામાં આવ્યા છે. સ્વતંત્રતા સેનાની અને બહાદુર મહિલાઓના સન્માનમાં આ પહેલ શરૂ કરવામાં આવી છે. આ સાથે, લોકોમોટિવ જ્યાં પણ જશે, લોકોમોટિવ લોકોને સ્વતંત્રતા સેનાનીઓ અને બહાદુર મહિલાઓના બલિદાન, બહાદુરી અને વીરતાની ગાથાઓ વ્યક્ત કરશે.

Exit mobile version