Justnownews

રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત થવાના એંધાણ, પુતિને ૩ દેશો મધ્યસ્થી કરી શકે તેમ સ્વીકાર્યુ

સમરીઃ

સમાચાર એજન્સી રોયટર્સે ગુરુવારે માહિતી આપી કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન સાથે વાતચીત માટે તૈયાર છે. પુતિને કહ્યું કે ભારત, ચીન અને બ્રાઝિલ સંભવિત શાંતિ વાટાઘાટોમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે.

સ્ટોરીઃ

રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને નમતુ જોખીને વાતચીત માટે સહમતિ દર્શાવી છે. તેમણે કહ્યું કે, રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અટકાવવા ભારત સહિત ચીન અને બ્રાઝિલ જેવા દેશો મધ્યસ્થી કરી શકે છે.

યુદ્ધના પ્રથમ સપ્તાહમાં ઇસ્તંબુલમાં થયેલ બેઠક મહત્વની સાબિત થઈ શકે છે. આ બેઠકમાં રશિયા-યુક્રેન ઉપરાંત અનેક દેશોના ડેલિગેટ્સે ભાગ લીધો હતો. હવે રશિયા આ યુદ્ધને સમાપ્તિ તરફ લઈ જવા કુણું પડ્યું છે.

વ્લાદિમીર પુટિને જણાવ્યું હતું કે, ઇસ્તંબુલની વાટાઘાટો યુદ્ધ રોકાવાના આધાર તરીકે કામ કરી શકે છે. પુતિનનું આ નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોસ્કો મુલાકાત અને ત્યારબાદ તેમની તાજેતરની યુક્રેન મુલાકાતના થોડા મહિનાઓ બાદ આવ્યું છે. દાયકાઓમાં ભારતીય વડાપ્રધાન દ્વારા યુક્રેનની આ પ્રથમ મુલાકાત હતી.

Exit mobile version