Justnownews

રશિયા પર અત્યાર સુધીનો યુક્રેનનો સૌથી મોટો હુમલો, રાજધાની મોસ્કોના મહત્વના સ્થળો પર કર્યુ આક્રમણ

સમરીઃ

અત્યાર સુધી યુક્રેને રશિયા પર અનેક હુમલા કર્યા છે. જો કે આજે યુક્રેને રશિયા સાથેના યુદ્ધમાં સૌથી મોટો હુમલો કર્યો છે. યુક્રેને રશિયાની રાજધાની મોસ્કોના મહત્વના સ્થળોને નિશાન બનાવ્યા છે. ડ્રોન હુમલામાં યુક્રેને રશિયાને ધોબીપછાડ આપી છે.

સ્ટોરીઃ

રશિયા-યુક્રેન વોરમાં આજે યુક્રેને રશિયાને ધોબીપછાડ આપી છે. રશિયાની રાજધાની મોસ્કોના એરપોર્ટ જેવા મહત્વના સ્થળો પર યુક્રેને ૧૪૦થી વધુ ડ્રોન દ્વારા હુમલો કર્યો છે.

યુક્રેનના આ ભયાનક અને અણધાર્યા હુમલામાં એક રશિયન મહિલાનું મોત અને ત્રણ નાગરિકો ઘાયલ થયા છે. હુમલો થયો હોય તેવી ઇમારતોની નજીકની ૫ રહેણાંક ઇમારતો ખાલી કરાવવામાં આવી હતી.

હુમલાને લીધે રશિયન સરકારે મોસ્કો નજીકના વનુકોવો, ડોમોડેડોવો અને ઝુકોવ્સ્કી જેવા ૩ મોટા એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કર્યા છે. રશિયાની સિવિલ એવિએશન ઓથોરિટીના જણાવ્યા અનુસાર, કુલ 48 ફ્લાઈટ્સને અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી છે.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, યુક્રેન દ્વારા છોડવામાં આવેલા કુલ 144 ડ્રોનને તોડી પાડ્યા છે.

Exit mobile version