Justnownews

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનાર ટેસ્ટ શ્રેણીમાં થયા ફેરફાર, 19 સપ્ટેમ્બરથી આ શ્રેણી શરૂ થશે

સમરીઃ

આગામી 19 સપ્ટેમ્બરે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાવા જઈ રહી છે. જો કે ક્રિકેટ પ્રેમીઓ માટે આ ટેસ્ટ શ્રેણીના શિડ્યુલમાં ફેરફાર થયો છે તે જાણવું જરૂરી છે.

સ્ટોરીઃ

19મી સપ્ટેમ્બરે શરૂ થનાર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ ઉપરાંત ટી 20 શ્રેણી પણ રમાવાની છે. ભારત બાંગ્લાદેશ ઉપરાંત ઈંગ્લેન્ડ સાથે પણ ટકરાવાનું છે. જો કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનાર પ્રથમ ટેસ્ટ  19મી સપ્ટેમ્બરે ચેન્નાઈ અને 27 સપ્ટેમ્બરે કાનપુરમાં રમાશે.

બીસીસીઆઈએ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની શ્રેણીમાં પણ ફેરફાર કર્યો છે. જેમાં પ્રથમ મેચ ધર્મશાલામાં રમાવાની હતી જે હવે ગ્વાલિયલરના શ્રીમંત માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં રમાશે.

દુનિયાભરમાં દિવસેને દિવસે ક્રિકેટ રમતની લોકપ્રિયતા વધી રહી છે. જેનો પુરાવો આગામી ઓલિમ્પિક 2028 છે. જેમાં ક્રિકેટને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઓલિમ્પિકમાં ક્રિકેટ ઉપરાંત બેઝબોલ (સોફ્ટ બોલ), ફ્લેગ ફૂટબોલ, લેક્રોસ, સ્કવોશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

Exit mobile version