સમરીઃ
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભકતોને વીમો આપવાની તૈયારીઓ કરાઈ રહી છે. મેળામાં આવનારા લાખો ભકતોની સુરક્ષા માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વીમો લેવામાં આવ્યો છે.
સ્ટોરીઃ
આગામી 12મી સપ્ટેમ્બરથી અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજાવાનો છે. આ મેળાની વિશેષ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વખતે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભકતોને વીમા કવચ પૂરુ પાડવામાં આવશે.
ભાદરવી પૂનમના મેળામાં અંબાજી ધામથી 20 કિલોમીટર સુધીના વિસ્તારમાં જો કોઈ માવનસર્જિત કે કુદરતી હોનારત થાય તો ભકતો અને શ્રદ્ધાળુઓને વીમાનો લાભ આપવામાં આવશે. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ટ્રસ્ટે કરોડો રૂપિયાની કિંમતનો વીમો ઉતરાવ્યો છે.
વીમાની રકમ અસરગ્રસ્ત વ્યક્તિની ઉંમર અને તેના પગાર ધોરણ અનુસાર નક્કી કરવામાં આવશે.