સમરીઃ
બાંગ્લાદેશની સરકાર ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને પરત લાવવા માટે કાનૂની પ્રક્રિયા કરશે. શેખ હસીના પર “નરસંહાર”નો આરોપ મૂકીને કેસ ચલાવવામાં આવશે. શેખ હસીના 5 ઓગસ્ટના રોજ હેલિકોપ્ટર દ્વારા પડોશી દેશ ભારતમાં ભાગી આવ્યા હતા.
સ્ટોરીઃ
76 વર્ષીય શેખ હસીનાની તકલીફોનો અંત આવવાને બદલે તેમાં વધારો થઈ રહ્યો છે. બાંગ્લાદેશની પૂર્વ પીએમ શેખ હસીનાના પ્રત્યારોપણની ગતિવિધિઓ શરૂ કરવામાં આવી છે.
બાંગ્લાદેશના ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ (ICT) ના મુખ્ય ફરિયાદી મોહમ્મદ તાજુલ ઇસ્લામે જણાવ્યું હતું કે, “મુખ્ય ગુનેગાર (શેખ હસીના) દેશ છોડીને ભાગી ગયો હોવાથી, અમે તેને પરત લાવવા માટે કાનૂની પ્રક્રિયા શરૂ કરીશું.” ICT ની સ્થાપના હસીના દ્વારા 2010માં પાકિસ્તાનથી 1971ના સ્વતંત્રતા યુદ્ધ દરમિયાન થયેલા અત્યાચારોની તપાસ માટે કરવામાં આવી હતી.
બાંગ્લાદેશની ભારત સાથે ગુનેગારોની પ્રત્યાર્પણ સંધિ 2013માં હસ્તાક્ષરિત કરવામાં આવી હતી, ત્યારે શેખ હસીનાની સરકાર હતી. તેણીને બાંગ્લાદેશમાં હત્યાકાંડની મુખ્ય આરોપી બનાવવામાં આવી છે. હસીનાને ટ્રાયલનો સામનો કરવા માટે કાયદેસર રીતે બાંગ્લાદેશ પરત લાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે.