સમરીઃ
બાંગ્લાદેશમાં ઢાકા ખાતે વડાપ્રધાન મુહમ્મદ યુનુસે પીટીઆઈને એક ઈન્ટરવ્યૂ આપ્યો છે. જે સમગ્ર એશિયામાં વાયરલ થઈ રહ્યો છે. બાંગ્લાદેશ વડાપ્રધાન મુહમ્મદ યુનુસે ભારપૂર્વક જણાવ્યું છે કે, બાંગ્લાદેશ ભારત સાથેના સંબંધોની મજબૂતાઈને મહત્વ આપે છે.
સ્ટોરીઃ
બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસે કહ્યું છે કે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ ભારત પ્રત્યે રાજકીય ટિપ્પણી કરવી એ ‘અનફ્રેન્ડલી ટાસ્ક’ છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી ઢાકા તેમના પ્રત્યાર્પણની વિનંતી ન કરે ત્યાં સુધી તેમણે બંને દેશોને અસુવિધા ટાળવા માટે ચૂપ રહેવું જોઈએ.
ઢાકા ખાતે મુહમ્મદ યુનુસે પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં શેખ હસીનાને સલાહ આપી છે કે, “જો ભારત બાંગ્લાદેશ (સરકાર) તેમને પાછા ન લઈ જાય ત્યાં સુધી તેમને પોતાની સાથે રાખવા માંગે છે, પરંતુ આ માટે તેમણે મૌન રહેવું પડશે.”
યુનુસે ભારપૂર્વક જણાવ્યું હતું કે બાંગ્લાદેશ ભારત સાથે મજબૂત સંબંધોને મહત્ત્વ આપે છે, પરંતુ નવી દિલ્હીએ અવામી લીગ સિવાયના દરેક અન્ય રાજકીય પક્ષોને ઈસ્લામવાદી તરીકે દર્શાવવાથી આગળ વધવાની જરૂર છે.