સમરીઃ
વિદ્યાર્થીઓ પર વધતા જતા સ્માર્ટ ફોનના દૂષણને ડામવા ફ્રાન્સ સરકારે આકરો નિર્ણય કર્યો છે. હવેથી ફ્રેન્ચ શાળાઓમાં 15 વર્ષથી વધુના વિદ્યાર્થીઓ પણ મોબાઈલ નહીં વાપરી શકે.
સ્ટોરીઃ
ફ્રેન્ચ શાળાઓમાં વિદ્યાર્થીઓ હવે મોબાઈલ નહીં વાપરી શકે. એક પ્રેસ રીલિઝ દ્વારા આ પ્રતિબંધ તમામ શાળાઓમાં લાગુ કરવામાં આવ્યો છે. ફ્રેન્ચ સરકારે આ પગલું બાળકોના આરોગ્યની સુખાકારી માટે ભર્યુ છે.
ફ્રેન્ચ સરકારનો આ પ્રતિબંધનો નિર્ણય માત્ર શાળા કોલેજો પૂરતો મર્યાદિત નથી પરંતુ અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં પણ લાગુ પડશે. સ્માર્ટફોનના ઉપયોગથી વિદ્યાર્થીઓના કુમળા માનસ પર વિપરીત અસર થઈ રહી હોવાના અહેવાલોને પગલે આ નિર્ણય લેવાયો છે.
સ્માર્ટ ફોનના એડિકશનને નિવારવા માટે અગાઉ પણ ફ્રેન્ચ સરકારે અનેક પગલા અને અભિયાનો હાથ ધર્યા હતા. જો કે તેનાથી સ્થિતિમાં સુધારો ન આવતા હવે સરકાર આકરા પાણીએ થઈ છે.