Justnownews

‘પાર્ટીશન ડિઝાસ્ટર મેમોરિયલ ડે’, BJPએ ભાગલા વખતે મૃત્યુ પામેલા લોકોને આપી શ્રદ્ધાંજલિ

સમરીઃ
ભારત માટે પાર્ટિશન એક દુઃખદાયી ઘટના છે. જેમાં મૃત્યુ પામેલા લાખો લોકોની યાદમાં ‘પાર્ટીશન ડિઝાસ્ટર મેમોરિયલ ડે’ની ઉજવણી ભાજપ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત બીજેપીના ઘણા નેતાઓએ વિભાજન દરમિયાન સહન કરાયેલી અમાનવીય યાતનાઓને યાદ કરીને તે લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

સ્ટોરીઃ
14 ઓગસ્ટ 1947માં થયેલ ભાગલાની ઘટના ભારત દેશના કાળજા પર કદી ન રુઝાતો કારમો ઘા છે. આ દિવસે અનેક લોકો ખુંવાર, બરબાદ થયા હતા. અનેક લોકો વિનાકારણે મૃત્યુ પામ્યા હતા. આજે ભાજપ મૃત્યુ પામેલા લાખો લોકોની યાદમાં ‘પાર્ટીશન ડિઝાસ્ટર મેમોરિયલ ડે’ની ઉજવણી કરી રહી છે.

આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિતના ભાજપના નેતાઓએ અત્યંત ક્રૂરતા દરમિયાન અમાનવીય વેદના સહન કરનારા, જીવ ગુમાવનારા અને મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

PM નરેન્દ્ર મોદીએ પોતાના X એકાઉન્ટ પર એક પોસ્ટમાં લખ્યું છે કે પાર્ટીશન મેમોરિયલ ડે પર અમે એવા અસંખ્ય લોકોને યાદ કરીએ છીએ જેઓ ભાગલાની ભયાનકતાથી પ્રભાવિત થયા હતા અને ઘણું સહન કર્યું હતું. આ તેમની હિંમતને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ પણ છે, જે માનવીય સ્થિતિસ્થાપકતાની શક્તિ દર્શાવે છે. વિભાજનથી પ્રભાવિત ઘણા લોકોએ તેમના જીવનનું પુનર્નિર્માણ કર્યું અને અપાર સફળતા પ્રાપ્ત કરી. આજે, અમે આપણા દેશમાં એકતા અને ભાઈચારાનાં બંધનોને હંમેશા સુરક્ષિત રાખવાની અમારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરીએ છીએ.

Exit mobile version