ધર્મબીર નૈને પેરિસ પેરા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો, એક સમયે તૂટી ગઈ હતી કરોડરજ્જૂ
સમરીઃ
સોનીપતના બૈયાપુર ગામના રહેવાસી ધર્મબીર નૈને પેરિસ પેરા ઓલિમ્પિક ગેમ્સની ક્લબ થ્રો ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમની સિદ્ધિ પર તેમના ગામ બૈયાપુરમાં ઉજવણીનો માહોલ છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે તેમના ઘરે પરત ફર્યા બાદ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે.
સ્ટોરીઃ
પેરિસ પેરા ઓલિમ્પિક ગેમ્સમાં હરિયાણાના ખેલાડીઓનો દબદબો જારી રહ્યો છે. સોનીપતના બૈયાપુર ગામના રહેવાસી ધરમબીર નૈને ક્લબ થ્રો ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ધર્મબીર નૈને ચોથા પ્રયાસમાં 34.92 મીટર ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ધર્મબીર નૈનને બાળપણથી જ રમવાનો શોખ હતો. ત્રણ બહેનોનો એક માત્ર ભાઈ હોવાથી પરિવાર તેને ઘરની બહાર જઈને રમવા દેતો ન હતો.
6 જૂન, 2012ના રોજ ધર્મબીર મિત્રો સાથે કેનાલમાં નહાવા ગયો હતો. તેણે નહાવા માટે કેનાલમાં ઝંપલાવ્યું હતું. પરંતુ પાણીનું સ્તર ઓછું હોવાથી ધરમબીરની ગરદન સીધી જમીન સાથે અથડાઈ હતી.
આ અકસ્માતમાં તેની કરોડરજ્જુ તૂટી ગઈ હતી અને તેના અડધાથી વધુ શરીરે કામ કરવાનું બંધ કરી દીધું હતું. દિલ્હીમાં સારવાર બાદ તેણે આત્મનિર્ભર બનવા માટે ગુરુગ્રામમાં 6 મહિના સુધી ટ્રેનિંગ લીધી.