તમન્ના ભાટિયાનો રાધા અવતાર ફેન્સે વખોડ્યો
સમરીઃ
સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસને તાજેતરમાં ફેન્સ તરફથી નકારાત્મક અનુભવ થયો છે. તમન્ના ભાટિયાની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ બાદ તેને ટ્રોલિંગનો સામનો કરવો પડયો હતો. તમન્નાના રાધા વેશમાં પડાવેલા ફોટોઝની ફેન્સે ટીકા કરી છે.
સ્ટોરીઃ
તાજેતરમાં તમન્ના ભાટિયાએ રાધા બનીને ફોટોશૂટ કરાવ્યું હતું. જેની પિક્સ તેણીએ સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. આ પોસ્ટને પરિણામે ફેન્સે તમન્નાને જબરદસ્ત ટ્રોલ કરી છે. જો કે કેટલીક પોઝિટિવ કોમેન્ટસ પણ આવી છે પરંતુ તમન્નાને આ પ્રકારનું ટ્રોલિંગ ક્યારેય સહન કરવું પડ્યું નથી.
તમન્ના ભાટિયા આજે કોઈ ઓળખની મહોતાજ નથી. તેણીએ તાજેતરમાં રાધા અવતારમાં કરાવેલ ફોટોશૂટ વાયરલ થયું છે. આ પ્રસિદ્ધિ તેને પોઝિટિવને બદલે ટ્રોલિંગથી મળી છે.
એક યુઝરે લખ્યું કે, ‘બકવાસ બંધ કરો..’જ્યારે, અન્ય એક વ્યકિતએ લખ્યું કે, ‘પ્લીઝ મેમ, રાધાજીનું સન્માન કરો..’ એક યુઝરે તેને કહ્યું કે, ‘તમન્ના તમે રાધારાની જેવા લાગતા નથી. રાધા રાણીનું કેરેક્ટર નિભાવતા પહેલા સભ્યતા શીખવાની જરૂર છે.’