ટાવર ક્રેનના ઉપયોગ માટે સેફ્ટી સર્ટિફિકેટ આવશ્યક, બાંધકામ સાઈટ પર સાવધાની માટે લેવાયો નિર્ણય
સમરીઃ
અત્યારે બાંધકામ સાઈટ પર ટાવર ક્રેનનો ઉપયોગ બેફામ થઈ રહ્યો છે. બાંધકામ સાઈટ પર સાવધાની માટે એક નિર્ણય લેવાયો છે. જે અનુસાર ટાવર ક્રેનના ઉપયોગ માટે સેફ્ટી સર્ટિફિકેટ લેવું પડશે.
સ્ટોરીઃ
શહેરમાં બાંધકામ સાઈટ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર(એસઓપી) મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જાહેર કરવામાં આવી છે. અત્યારે બાંધકામ સાઈટ પર ટાવર ક્રેનનો ઉપયોગ બેફામ થઈ રહ્યો છે. બાંધકામ સાઈટ પર સાવધાની માટે એક નિર્ણય લેવાયો છે. જે અનુસાર ટાવર ક્રેનના ઉપયોગ માટે સેફ્ટી સર્ટિફિકેટ લેવું પડશે.
માર્ગદર્શિકામાં નાગરિકો અને તેમની મિલકતોને ટાવર ક્રેનના ઉપયોગથી નુકસાન ના થાય તેમજ વાહનવ્યવહાર જળવાય તે માટે સુચન કરવામાં આવ્યા છે. એસ્ટેટ વિભાગ દ્વારા બાંધકામની વિકાસ પરવાનગી આપવામાં આવી હોય અને બાંધકામની કામગીરી માટે બાંધકામની કામગીરી માટે બાંધકામ સાઈટ ઉપર કોઈપણ પ્રકારની ટાવર ક્રેન ઈન્સ્ટોલેશન કે ઓપરેશન કરવાની થતી હોય તેવા કિસ્સામાં બાંધકામ માટેની ટાવર ક્રેનના ઈન્સ્ટોલેશન માટે ફેકટરી એકટ-1948 મુજબ સેફટી રીપોર્ટ,સેફટી સર્ટિફિકેટ રજા ચિઠ્ઠી સાથે રજૂ કરવાના રહેશે.
અમદાવાદમાં બાંધકામ સાઈટ ઉપર ટાવર ક્રેનનો ઉપયોગ કરતા પહેલાં સેફટી સર્ટિફિકેટ લેવું પડશે. ટાવર ક્રેઈનના ઉપરના ભાગમાં એરક્રાફટ વોર્નિંગ લાઈટ લગાવવી પડશે. ટાવર ક્રેનના વપરાશ દરમિયાન આજુબાજુની મિલકત,સંલગ્ન રસ્તા ઉપરથી પસાર થતાં લોકોની સલામતીની જવાબદારી ક્રેન સંચાલક,માલિક તથા ડેવલોપર્સની રહેશે.