Justnownews

જીએસટીની આવક 10 ટકા વધી જતા કેન્દ્ર સરકારને અધધધધધ ફાયદો

સમરીઃ

ઓગસ્ટ 2024માં સરકારને જીએસટીની કુલ રૂપિયા 1.75 લાખ કરોડની આવક થઈ છે. આ આવકથી સરકારની તીજોરી છલકાઈ ગઈ છે.

સ્ટોરીઃ

મોદી સરકાર માટે જીએસટી ફરીથી એકવાર કમાઉ દીકરો સાબિત થયો છે. ઓગસ્ટ 2024ની જીએસટીની આવક અધધધધધ 1.75 લાખ કરોડ રૂપિયાની થઈ છે. સરકારે જાહેર કરેલ ડેટા અનુસાર ઘરેલુ ટ્રાન્ઝેકશનથી જીએસટીની આવક 9.2 ટકા વધી ગઈ છે.

માલસામાનની આયાતની આવક 12.1 ટકા વધી જવાથી 49,976 કરોડની આવક સરકારને થઈ છે. જુલાઈમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની આવ ક 1.82 લાખ કરોડ આવક થઈ હતી.

ટેક્સ એક્સપર્ટ્સ અનુસાર તહેવારોના દિવસો દરમિયાન જીએસટીમાં મજબૂત વસૂલાતથી સરકારની તીજોરીને લાભ થયો છે. જે આર્થિક પ્રવૃત્તિઓ મજબૂત થઈ હોવાનો સંકેત છે. હજૂ તહેવારના દિવસો બાકી હોવાથી આ આવકમાં વધારો થશે તેવી સંભાવના છે.

Exit mobile version