Justnownews

જમ્મુ કાશ્મીરમાં અમિત શાહે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો, કોંગ્રેસ પર કર્યા આકરા વાકપ્રહાર

સમરીઃ

આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે ઢંઢેરો બહાર પાડ્યો છે. તેમણે આ પ્રસંગે કહ્યું કે, કાશ્મીરમાં હવે ક્યારેય ૩૭૦ કલમ લાગુ નહીં થાય. તેમણે વર્ષ ૨૦૧૪ પછીના કાશ્મીરના સમયને સોનેરી ગણાવ્યો હતો.

સ્ટોરીઃ

આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો. તેમણે કહ્યું કે કલમ 370 હવે ક્યારેય પાછી નહીં આવે. હું આખા દેશને સ્પષ્ટ કરવા માંગુ છું કે કલમ 370 ઈતિહાસ બની ગઈ છે, તે ક્યારેય પાછી આવી શકે નહીં અને અમે તેને આવવા પણ નહીં દઈએ.

વર્ષ ૨૦૧૪ પહેલા તમામ સરકારોને તુષ્ટીકરણની રાજનીતિ દ્વારા જમ્મુ અને કાશ્મીરને અસ્થિર કરતી રહી. 2014થી 2024 સુધીનો આ સમયગાળો જ્યારે જમ્મુ-કાશ્મીર અને ભારતનો ઈતિહાસ લખાશે, ત્યારે જમ્મુ-કાશ્મીર સુવર્ણ અક્ષરોમાં અંકિત થશે.

આ 10 વર્ષોમાં, આ રાજ્ય મહત્તમ આતંકવાદમાંથી પ્રવાસન તરફ વળ્યું છે. અગાઉ શાહે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરનો આ વિસ્તાર આઝાદીના સમયથી અમારી પાર્ટી માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે અને આઝાદીના સમયથી અમે હંમેશા આ વિસ્તારને ભારત સાથે જોડાયેલા રાખવાના પ્રયાસો કર્યા છે. પંડિત પ્રેમનાથ ડોગરાથી લઈને શ્યામા પ્રસાદ મુખર્જીની શહાદત સુધી… આ સમગ્ર સંઘર્ષને પહેલા ભારતીય જનસંઘ અને પછી ભારતીય જનતા પાર્ટીએ આગળ ધપાવ્યો હતો.

Exit mobile version