સમરીઃ
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024ની જાહેરાત થતાં જ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. રાહુલ રામબનમાં જનસભાને સંબોધિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે એક તરફ પ્રેમ છે તો બીજી તરફ નફરત છે. રાહુલે કહ્યું કે નફરત પર પ્રેમથી જ જીત મેળવી શકાય છે.
સ્ટોરીઃ
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024ની જાહેરાત થતાં જ રાજકીય પક્ષોમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. રાજકીય પક્ષો પ્રચાર અને જોડતોડના રાજકારણમાં વ્યસ્ત બન્યા છે. કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ વચ્ચે પણ સીટોનું ગઠબંધન થયું છે. ભાજપે કહ્યું કે અમારી પાર્ટી કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. તેમણે રામબનમાં જનસભાને સંબોધિત કરતા ભાજપ પર આકરા વાકપ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે એક તરફ પ્રેમ છે તો બીજી તરફ નફરત છે. નફરત પર પ્રેમથી જ જીત મેળવી શકાય છે. અમારી પાર્ટી જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરશે.
વડાપ્રધાન મોદી પર તેમણે વાકપ્રહાર કર્યા અને કહ્યું કે, આ વખતે તેઓ બંધારણ લઈને સંસદ પહોંચ્યા છે. પીએમે દેશને બેરોજગારી સિવાય કશું આપ્યું નથી. પીએમ કહે છે કે તેઓ ભગવાન સાથે વાત કરે છે. અમે બધાને સાથે લઈ જઈશું. તેમણે કહ્યું કે અહીં ગઠબંધન સરકાર આવવાની છે.