Justnownews

ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલએ 15મી ઓગસ્ટ નિમિત્તે ફ્લેગ હોસ્ટિંગ કર્યુ

સમરીઃ
સવારે 10 કલાકે કોર્ટ પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલએ 15મી ઓગસ્ટ નિમિત્તે ફ્લેગ હોસ્ટિંગ કર્યુ હતું.

સ્ટોરીઃ
અમદાવાદ હાઈકોર્ટમાં 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે હાઇકોર્ટના કંપાઉન્ડમાં ધ્વજારોહણ કર્યુ હતું. ચીફ જસ્ટિસે ધ્વજવંદન કરી ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી.
ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ બેન્ડ દ્વારા પરફોર્મન્સ કરાયું હતું. હાઇકોર્ટના ન્યાયાધીશો, કર્મચારીઓ સહિત તેમનો પરિવાર આ પ્રસંગે કોર્ટ કંપાઉન્ડમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય ન્યાયાધીશે સૌને સ્વાતંત્ર પર્વની શુભકામનાઓ આપી હતી. સવારે 10 કલાકે કોર્ટ પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી.
અમદાવાદમાં મેયરે પણ ધ્વજવંદન કર્યું હતું. ધ્વજવંદન કાર્યક્રમ પહેલા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિવિધ સ્કૂલના બાળકો જોડાયા હતા. અમદાવાદ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ કમિશનર જી. એસ. મલિકે ધ્વજારોહણ કર્યું હતું.

Exit mobile version