સમરીઃ
આજે સોમવારે સુપ્રીમ કોર્ટમાં કોલકાતા રેપ-મર્ડર કેસની સુનાવણી થઈ. આ દરમિયાન બંગાળ સરકારે હડતાળ દરમિયાન દર્દીઓના મૃત્યુ અંગેનો અહેવાલ રજૂ કર્યો હતો. તેથી સુપ્રીમ કોર્ટે ડોક્ટરોને કામ પર પાછા ફરવાની વિનંતી કરી.
સ્ટોરીઃ
સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના કોલકાતામાં સરકારી આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસની સુનાવણી કરી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે.
આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ડોક્ટરોને આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં કામ પર પાછા ફરવા વિનંતી કરી હતી. CJI એ કહ્યું કે જે ડૉક્ટરો કામ પર પાછા ફરે છે તેમની સામે કોઈ પ્રતિકૂળ પગલાં લેવામાં આવશે નહીં.
સર્વોચ્ચ અદાલતે નિર્દેશ આપ્યો કે ડોકટરોની સુરક્ષા માટે હોસ્પિટલોમાં જરૂરી શરતોનું પાલન કરવામાં આવે. જેમાં સ્ત્રી અને પુરૂષ બંને માટે અલગ શૌચાલયની સુવિધા ભાર મુકવામાં આવે.
સુનાવણી દરમિયાન પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર સવાલો ઉઠ્યા જેમાં તપાસ દરમિયાન પ્રાઈવેટ પાર્ટમાંથી લેવાયેલા સ્વેબને 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સાચવવાનું હતું પરંતુ તેમ કરવામાં આવ્યું ન હતું તેનો ઉલ્લેખ કરાયો હતો.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ ક્યારે કરવામાં આવ્યું તેનો ઉલ્લેખ નથી. બળાત્કાર અને હત્યાના કેસમાં પ્રથમ 5 કલાક નિર્ણાયક હોય છે અને ઘટનાના 5 દિવસ પછી જ્યારે CBI તપાસ કરે ત્યારે તેને કેટલાક પડકારોનો સામનો કરવો પડે છે.