Justnownews

કુમાર કાનાણીના આમ આદમી પાર્ટી પર આકરા વાકપ્રહાર, આપને ગણાવી તોડ પાર્ટી

સમરીઃ

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સ્થિતિ નાજૂક છે. પાર્ટી છોડીને જનારા નેતાઓની સંખ્યા વધી રહી છે તો બીજી તરફ કુમાર કાનાણી જેવા નેતા આપને વખોડી રહ્યા છે. કાનાણીએ હવે આમ આદમી પાર્ટીને તોડ પાર્ટી ગણાવી છે.

સ્ટોરીઃ

ભાજપના ધારાસભ્ય એ આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપ કર્યો અને કહ્યું કે, હવે આમ આદમી પાર્ટી તોડ પાર્ટી બની ગઈ છે. સુરતના કોન્ટ્રાક્ટર પાસે 11 લાખની લાંચ માંગવાના કેસમાં કુમાર કાનાણીએ આ નિવેદન કર્યુ છે.

વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સરાજાહેર આમ આદમી પાર્ટીને વખોડી છે. તેમણે આમ આદમી પાર્ટીને તોડ પાર્ટી ગણાવી છે. કુમાર કાનાણીએ કહ્યું હતું કે, આ કોર્પોરેટરનો ભ્રષ્ટાચારનો આરોપ છે તે તદ્દન સ્વભાવિક છે. કારણ કે હવે આમ આદમી પાર્ટી તોડ પાર્ટી બની ગઈ છે તેના મુખ્ય નેતા અરવિંદ કેજરીવાલ હોય કે મનીષ સિસોદિયા હોય કે અન્ય ધારાસભ્ય હોય આ બધા ભ્રષ્ટાચારના આરોપમાં જેલ ભોગવી ચુક્યા છે. ત્યારે તેમનો અહીંનો કોર્પોરેટર ભ્રષ્ટાચાર કરે તે સ્વાભાવિક છે.

સુરત મહાનગરપાલિકાના વિપક્ષના કોર્પોરેટર વિપુલ સુહાગ્યા અને જીતેન્દ્ર કાછડીયા સામે કોન્ટ્રાક્ટરે 11 લાખની લાંચિયાની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં એકની ધરપકડ પણ કરવામાં આવી છે.

Exit mobile version