Justnownews

કુબેરનગર ડ્રેનેજ પમ્પિંગસ્ટેશનનું જોડાણ કોતરપુરના STP સાથે કરાશે, વોટર બેકિંગની સમસ્યાનો ઉકેલ

સમરીઃ
ડ્રેનેજ વોટર બેક મારવાની સમસ્યા કુબેરનગરમાં વકરી રહી છે. જેનાથી રહીશો પારાવાર પરેશાની વેઠી રહ્યા છે. આ સમસ્યાના ઉકેલ માટે હવે કુબેરનગર ડ્રેનેજ પમ્પિંગસ્ટેશનનું જોડાણ કોતરપુરના STP સાથે કરાશે.

સ્ટોરીઃ
પૂર્વ અમદાવાદના કુબેરનગર, નરોડા, સૈજપુર વોર્ડમાં ડ્રેનેજના પાણી બેક મારવાની સમસ્યા વકરી રહી છે. આ સમસ્યાના ઉકેલ તરીકે કુબેરનગર ડ્રેનેજ પમ્પિંગસ્ટેશનનું જોડાણ કોતરપુરના 60 મિલીયન લિટર પર ડે ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે કરાશે. કુલ રુપિયા 7.85 કરોડના ખર્ચે કોતરપુર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મેઈન ટ્રન્ક લાઈનમાં રાઈઝીંગ મેઈન લાઈન નાંખવામાં આવશે.

કુબેરનગર વોર્ડ તથા આજુબાજુના વોર્ડમાં ડ્રેનેજને લગતી સમસ્યા અવારનવાર સામે આવે છે. આ સમસ્યાના નિવારણ માટે તથા પીરાણા તરફ જતી મેઈન લાઈન ઉપર ડ્રેનેજ પાણીનું ભારણ ઓછુ કરવા માટે કોતરપુર વિસ્તારમાં આવેલા 60 એમ.એલ.ડી.ક્ષમતા ધરાવતા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે જોડાણ કરાશે.

રાઈઝીંગ મેઈન લાઈન નાંખવા અંદાજીત ભાવથી ૬.૯૦ ટકા વધુ ભાવથી કોન્ટ્રાકટર ધી સ્પન પાઈપ એન્ડ કન્સ્ટ્રકશન કંપની પ્રા.લી.(બરોડા)ને કોન્ટ્રાકટ મંજૂર કરાયો છે.

Exit mobile version