કલકત્તામાં ડોક્ટરની હત્યાના વિરોધનો વંટોળ વડોદરા સુધી પહોંચ્યો
સમરીઃ
કલકત્તાની ડોક્ટરની હત્યાનો વિરોધ વડોદરામાં પહોંચ્યો છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં પણ ડોક્ટરોની સલામતીના ભાગરૂપે સીસીટીવી કેમેરા તેમજ સિક્યુરિટી જવાનોને મહેનત કરવાની માંગણી સાથે આજે ડોક્ટરોએ આ ચોક્કસ મુદતની હડતાલનું એલાન આપ્યું હતું.
સ્ટોરીઃ
કલકત્તાની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની હત્યાની તપાસ બાબતે મમતા સરકાર ઢીલી નીતિ અપનાવી રહી છે. જેના વિરોધમાં આખા દેશના ડોક્ટર્સ હડતાળ કરી રહ્યા છે. આ હડતાળની આગ વડોદરા સુધી પહોંચી છે.
કલકત્તામાં ડોક્ટરની હત્યાના પગલે આજે વડોદરા સયાજી હોસ્પિટલમાં ડોક્ટરોએ કેમ્પસમાં રેલી કાઢી વિરોધ દર્શાવ્યો હતો અને હત્યા કરનારાઓને પશ્ચિમ બંગાળ સરકાર સજા કરે તેની માંગણી કરી રહ્યા હતા.
સયાજી હોસ્પિટલના ડોકટર્સને પણ સિક્યુરિટી અને સલામતી મળવી જોઈએ તે માટેની માંગણી કરી હતી અને હોસ્પિટલોમાં દરેક વોર્ડમાં તેમજ ઓપરેશન થિયેટર પાસે સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ડોક્ટરોએ સયાજી હોસ્પિટલની તાત્કાલિક તેમજ આઇ.સી.યુ. સેવાઓ ચાલુ રાખી છે જ્યારે અન્ય સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે.