સમરીઃ
ચોમાસામાં ડેન્ગ્યુ મચ્છર કરડવાથી ડેન્ગ્યુ વાયરસ ફેલાય છે. જો તેની યોગ્ય સારવાર ન કરવામાં આવે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. કર્ણાટકમાં ડેન્ગ્યુએ કાળો કેર વર્તાવ્યો છે. કર્ણાટકમાં ડેન્ગ્યુને પેન્ડેમિક જાહેર કરાયો છે.
સ્ટોરીઃ
દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં ડેન્ગ્યુનો પ્રકોપ વધી રહ્યો છે તેને મહામારી જાહેર કરવામાં આવી છે.
ડેન્ગ્યુના મચ્છરોને ઘરમાં આવતા અટકાવીને આ રોગથી બચી શકાય છે. ડેન્ગ્યુના માદા મચ્છર શુદ્ધ પાણીમાં ઈંડા મુકે છે. ઘરમાં જ્યાં પણ પાણી એક્ઠુ થતું હોય તેવી જગ્યાએ લીમડાનું તેલ, કપૂર વગેરે મુકવા જોઈએ.
ઘરમાં છોડના કુંડા, પક્ષીઓ માટેના પાણી પીવાના કોડિયા તેમજ વોટર કૂલર અને વાસણ સાફ કરવાની ચોકડીમાં પાણી એક્ઠું થવા ન દેવું જોઈએ. ડેન્ગ્યુ મચ્છરના બ્રીડિંગને અટકાવીને આ રોગને નિવારી શકાય છે. ડેન્ગ્યુ રોગ થયા બાદ દર્દીને પપૈયાના પાનનો જ્યૂસ આપવાથી રાહત રહે છે.