સમરીઃ
ભારતની અવકાશી સંસ્થા ઈસરોએ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ-8 (EOS-8) આજે સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. આ સફળતાથી ઈસરોએ અવકાશ ક્ષેત્રે ભારતનું નામ ફરીથી રોશન કર્યુ છે.
સ્ટોરીઃ
ઈસરો દ્વારા સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ-03ની ત્રીજી અને અંતિમ વિકાસલક્ષી ઉડાનનું આયોજન કરાયું હતું. જેમાં પર પૃથ્વી અવલોકન ઉપગ્રહનું પ્રક્ષેપણ કરાવાયું હતું. આ મિશન ફેબ્રુઆરી 2024માં સ્મોલ સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ (SSLV-D2-EOS-07)ના બીજા સફળ પ્રક્ષેપણ પછી શરૂ કરવામાં આવ્યું હતું.
ઈસરોએ જણાવ્યું હતું કે SSLV-D3-EOS-08 મિશન – પ્રક્ષેપણ પહેલાં સાડા છ કલાકનું કાઉન્ટડાઉન ગુરુવાર અને શુક્રવારની વચ્ચેની રાત્રે 2:47 વાગ્યે શરૂ થયું હતું. 15 ઓગસ્ટના રોજ સવારે 9.17 વાગ્યે લોન્ચ કરવાની યોજના હતી. બાદમાં, તેને 16 ઓગસ્ટના રોજ સવારે 9.19 વાગ્યે અહીંના સતીશ ધવન સ્પેસ સેન્ટરના પ્રથમ લોન્ચ પેડ પરથી લોન્ચ કરવાની યોજના બનાવાઈ હતી.
આજના મિશન સાથે, ISRO એ સૌથી નાના રોકેટની વિકાસલક્ષી ઉડાન પૂર્ણ કરી છે જે 500 કિલો સુધીના વજનના ઉપગ્રહોને લઈ જઈ શકે છે. તેમને પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં (પૃથ્વી ઉપર 500 કિમી) મૂકી શકે છે.