Justnownews

આ 15મી ઓગસ્ટે વડાપ્રધાન મોદી લાલકિલ્લા પરથી 11મી વખતે કરશે ઉદ્દબોધન

સમરીઃ
વર્ષ 2024માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વડાપ્રધાન મોદી લાલ કિલ્લા પરથી પોતાનું 11મુ ભાષણ આપશે. આ ભાષણ આપીને તેઓ દેશના ત્રીજા વડાપ્રધાન બની જશે કે જેમણે 11મી વખત આ તક મેળવી હોય.

સ્ટોરીઃ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે લાલ કિલ્લા પરથી સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સતત 11મી વખત ભાષણ આપવાના છે. આ તક મેળવનાર તેઓ દેશના ત્રીજા વડાપ્રધાન બનશે. પીએમ મોદીનું સૌથી ટૂંકુ ભાષણ 2017માં 55 મિનિટનું હતું અને સૌથી લાંબું 2016માં 94 મિનિટનું હતું.

નરેન્દ્ર મોદીએ 9મી જૂનના રોજ વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા ત્યારે તેમણે વિક્રમી ત્રીજી વાર વડાપ્રધાન બનવાના જવાહરલાલ નહેરુની બરાબરી કરી હતી. હવે તેઓ 15મી ઓગસ્ટે નહેરુ અને તેમની પુત્રી ઈન્દિરા ગાંધી બાદ લાલ કિલ્લા પરથી સતત 11મી વાર ઇન્ડિપેન્ડન્ટ સ્પીચ દ્વારા દેશને સંબોધન કરનારા વડાપ્રધાન બનશે.

નહેરુ સતત 17 ઇન્ડિપેન્ડન્ટ સ્પીચ આપવાનો રેકોર્ડ ધરાવે છે જ્યારે ઈન્દિરા ગાંધીએ પણ સતત 11 ઇન્ડિપેન્ડન્ટ સ્પીચ આપી હતી. જાન્યુઆરી 1966થી માર્ચ 1977 અને તે પછી જાન્યુઆરી 1980થી ઓક્ટોબર 1984 સુધી વડાંપ્રધાન રહેલા ઈન્દિરાએ કુલ 16 વાર 15 ઓગસ્ટે દેશને સંબોધન કર્યું હતું.

Exit mobile version