સમરીઃ
બોલિવૂડના વિલન કમ કોમેડિયન શક્તિ કપૂરનો આજે ૭૨મો જન્મ દિવસ છે. શક્તિ કપૂરની પુત્રી અને સ્ટાર હિરોઈન શ્રદ્ધા કપૂરે ખાસ અંદાજમાં પિતાને બર્થ ડે વિશ કર્યુ છે.
સ્ટોરીઃ
બોલિવૂડ એક્ટર શક્તિ કપૂર આજે 3 સપ્ટેમ્બરે પોતાનો 72મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ અવસર પર તેમની પુત્રી શ્રદ્ધા કપૂરે તેમને શુભેચ્છા પાઠવી છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું – આજે મારા પ્રિય વ્યક્તિનો જન્મદિવસ છે.
શ્રદ્ધાએ સોશિયલ મીડિયા પર તેના પિતા શક્તિ કપૂર સાથેની એક ક્યુટ તસવીર શેર કરી હતી અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ તસવીર પર બોલિવૂડ સેલેબ્સ અને ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.
અભિનેત્રી કરિશ્મા કપૂરે લખ્યું- હેપ્પી બર્થ ડે શક્તિ સર. તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવતા જેકી શ્રોફે કોમેન્ટ સેક્શનમાં લખ્યું- સર હેપ્પી બર્થ ડે. આ સિવાય ફેન્સે પણ કોમેન્ટ સેક્શનમાં શક્તિ કપૂરને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે.