Justnownews

આજે ગુજરાતમાં કેવો રહેશે વરસાદ, જાણો વિગતવાર…

સમરીઃ
આજે હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં કેવો વરસાદ રહેશે તેની આગાહી કરી છે. જેમાં હળવાથી મધ્યમ વરસાદ થશે તેમ જણાવ્યું છે. આજે ભારે વરસાદ થવાની કોઈ સંભાવના વ્યક્ત કરાઈ નથી.

ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં અત્યારે ચોમાસુ જામ્યું છે. દેશના અનેક રાજ્યોમાં ચોમાસાના પાણીએ તો રીતસરનો કહેર પણ વરસાવ્યો છે. ગુજરાતમાં પણ નવસારી જેવા જિલ્લામાં વરસાદી પાણીથી તારાજી સર્જાઈ છે. હવામાન વિભાગે આજે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને અરવલ્લી જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની શક્યતા નથી.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના કુલ 108 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ નવસારીમાં 3.58 ઇંચ, આણંદમાં 2.91 ઇંચ, જલાલપોરમાં 2.67 ઇંચ, ઉમરપાડામાં 2.95 ઇંચ, , પલસાણામાં 2.59 ઇંચ, ડભોઈમાં 2.24 ઇંચ, હાલોલમાં 2 ઇંચ, ડોલવણમાં 2 ઇંચ અને વાલોડમાં એકથી વધુ ઇંચ વરસાદ પડ્યો છે.

Exit mobile version