અંતે…માલદીવની શાન ઠેકાણે આવી, ભારતને 28 ટાપુનું સંચાલન સોંપવાનો કર્યો નિર્ણય
સમરીઃ
માલદીવ અને ભારત વચ્ચે થયેલા ખટરાગના સમાચાર આખી દુનિયામાં પ્રસરી ગયા હતા. જો કે માલદીવ હવે પોતાના 28 ટાપુઓનું સંચાલન ભારતને સોંપવાનું છે. આ નિર્ણયને પરિણામે માલદીવ અને ભારત વચ્ચેના સંબંધોમાં સુમેળ વધશે.
સ્ટોરીઃ
આખી દુનિયામાં માલદીવ અને ભારત વચ્ચે ખટરાગ થયો તેવા સમાચારનું કવરેજ કરવામાં આવ્યું હતું. ભારત અને પડોશી મુલ્ક માલદીવ વચ્ચે વિખવાદે આંતરરાષ્ટ્રીય સંબંધોના નિષ્ણાંતોને વિચારવા મજબૂર કરી દીધા હતા. જો કે હવે માલદીવે પોતાના 28 ટાપુઓના સંચાલનની જવાબદારી ભારતને સોંપવાનો નિર્ણય કર્યો છે.
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ સ્વયં આ નિર્ણયની જાહેરાત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે માલદીવના 28 ટાપુઓનું સંચાલન ભારતને સોંપવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, આ ટાપુઓના સંચાલનનો પ્રસ્તાવ ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરને સોંપીને મને આનંદ થયો છે. માલદીવ માટે ભારત હંમેશા મદદગાર સાબિત થયું છે.
માલદીવમાં અંદાજિત 1190 ટાપુઓ છે, જેમાંથી માત્ર 200 ટાપુઓ પર માનવ સમુદાયનો વસવાટ છે. આ ઉપરાંત 150 જેટલા ટાપુઓ પર ટૂરિઝમ વિકસાવવામાં આવ્યું છે. ટૂરિઝમ વિકસાવવામાં આવેલ ટાપુઓ પૈકી 28 ટાપુઓના સંચાલનની જવાબદારી ભારતને સોંપવામાં આવી છે. આ ટાપુઓનું પાણી પુરવઠા અને ડ્રેનેજ જેવા વિભાગોનું સંચાલન ભારત કરશે.