સમરીઃ
હરિયાણામાં રાજ્યસભાની એક બેઠક માટે 3 સપ્ટેમ્બરે યોજાશે. માત્ર એક બેઠક માટે ભાજપના 4 અગર્ણીઓ રેસ છે.
સ્ટોરીઃ
હરિયાણા રાજ્યસભાના સભ્ય દીપેન્દ્ર સિંહ હુડ્ડા રોહતક બેઠક પરથી લોકસભા ચૂંટણી જીત્યા હોવાથી તેમણે રાજ્યસભાની બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. જેના કારણે રાજ્યસભાની એક બેઠક ખાલી પડી છે. એક બેઠક પર ઉમેદવારી નોંધાવવા માટે 14 ઓગસ્ટથી નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે 21 ઓગસ્ટ સુધી ચાલશે.
ભાજપ કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટૂ (Ravneet Singh Bittu)ને ઉમેદવાર બનાવી શકે છે. કારણ કે, બિટ્ટૂ લોકસભા ચૂંટણી હારવા છતાં પાર્ટીએ તેમને મંત્રી પદ આપ્યું છે. આ જ કારણે તેમણે છ મહિનાની અંદર સંસદનું સભ્યપદ મેળવવું જરૂરી છે. બીજીતરફ રાજ્યસભાના ઉમેદવારની રેસમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા કિરણ ચૌધરીનું નામ પણ સામે આવ્યું છે.
હરિયાણા ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, ઓડિશા, તેલંગાણા, ત્રિપુરા, રાજસ્થાન અને આસામની ખાલી પડેલી રાજ્યસભા બેઠકો પર પણ ચૂંટણી યોજાવાની છે.