સોમવતી અમાસ અને શ્રાવણના અંતિમ સોમવારનો આજે સુભગ સમન્વય
સમરીઃ
વર્ષ 2021 બાદ આજે સોમવારે સોમવતી અમાસ સાથે શ્રાવણ સમાપ્ત થવાની ઘટના ઘટી છે. આજે સોમવતી અમાસનું છે ખાસ મહાત્મ્ય.
સ્ટોરીઃ
દેવોના દેવ એવા મહાદેવનો પવિત્ર શ્રાવણ માસ પૂર્ણાહૂતિ તરફ છે. આજે શ્રાવણના પાંચમા સોમવારે અમાસનો સુભગ સમન્વય સર્જાયો છે. આજના સોમવારનું વિશેષ મહાત્મ્ય ગણાય છે. આજના દિવસે કરેલ મનોકામના અને દાન પૂણ્યનો મહિમા અનેરો છે.
આજે શ્રાવણ મહિનાનો પાંચમો સોમવાર છે અને સોમવતી અમાસ પણ છે. રાજ્યભરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે. આજે દરેક શિવાલયોમાં ભકતોની ભીડ જોવા મળી રહી છે. આજના દિવસ જેવો સુભગ સમન્વય વર્ષ 2021માં સર્જાયો હતો.
અમાસ અને તેમાંય પાછી સોમવતી અમાસના રોજ શિવજીને જળાભિષેક, દૂગ્ધાભિષેક, બીલીપત્ર અર્પણ, મંત્રજાપ, દાન-પૂણ્ય કરવા ભકતો ઉમટી પડે છે. આજના દિવસે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ ખાતે ખાસ આયોજનો કરવામાં આવ્યા છે.
સોમવતી અમાસના રોજ સ્નાન અને પિતૃતર્પણથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. વહેલી સવારથી જ શિવાલયોમાં મહાદેવજીના દર્શનાર્થે ભકતોની લાંબી કતારો જોવા મળી રહી છે. આજે મહાદેવજીને કરવામાં આવતી પૂજા અર્ચનાનું અતુલ્ય ફળ પ્રાપ્ત થાય છે. ધારેલ કામો સફળ થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે.