સુર્યાએ થલાઈવા રજનીકાંતને આપ્યું ખાસ સન્માન, કંગુવાની રીલિઝ ડેટ કરી પોસ્ટપોન

સમરીઃ
થલાઈવા રજનીકાંતને ફેન્સ ઉપરાંત કોસ્ટાર્સ પણ એટલું જ સન્માન આપે છે. તાજેતરમાં સાઉથના સુપરસ્ટાર સુર્યાએ પોતાની આગામી ફિલ્મ કંગુવાની રીલિઝ ડેટ રજનીસર માટે પોસ્ટપોન કરી દીધી છે.

સ્ટોરીઃ
સુર્યાની આગામી ફિલ્મ કંગુવાએ દર્શકોમાં ભારે ઉત્તેજના જગાવી છે. આ ફિલ્મ 10મી ઓક્ટોબરે રીલિઝ થવાની હતી. આ દિવસોમાં થલાઈવા રજનીકાંતની ફિલ્મ વેટ્ટેઈન પણ રીલિઝ થવાની હોવાથી સુર્યાએ રજનીસર પ્રત્યે આદર દાખવીને પોતાની ફિલ્મની રીલિઝ ડેટ પોસ્ટપોન કરી છે.
આ અંગે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરતા સુર્યાએ જણાવ્યું હતું કે, રજનીકાંત તમિલ ફિલ્મોનું ગૌરવ છે. 10મી ઓકટોબરે રજનીસરની ફિલ્મ રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મ સાથેની સીધી ટક્કર ટાળવા કંગુવાની રીલિઝ ડેટ પાછી ઠેલવવામાં આવી છે.
રજનીસરની વેટ્ટેઈન 170મી ફિલ્મ છે. જેમાં અમિતાભ બચ્ચન, રાણા દગ્ગુબાટી અને મંજુ વારિયાર ખાસ રોલમાં જોવા મળશે. જ્યારે સુર્યાની કંગુવામાં લોર્ડ બોબી તામિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહ્યો છે. કંગુવામાં દિશા પટ્ટણી પણ તામિલ ડેબ્યૂ કરી રહી છે.